મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબીના ઘુંટું ગામના રહેવાસી રવજીભાઈ રણછોડભાઈ કૈલા દ્વારા તેમની પૌત્રી વ્રિતી ભાવેશભાઈ કૈલાની બીજા જન્મદિવસની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી.આ તકે દાદા રવજીભાઈ રણછોડભાઈ કૈલા, દાદી શોભનાબેન કૈલા, પિતા ભાવેશભાઈ કૈલા, માતા નિપાબેન કૈલા, રોહિતભાઈ કૈલા, પુજાબેન કૈલા, ચંદુભાઈ કૈલા, વિજયાબેન કૈલા, પ્રવિણભાઈ કૈલા, ઉર્મિલાબેન કૈલા, જયસુખભાઈ કૈલા, નિતાબેન કૈલા, રાજેશભાઈ કૈલા, વર્ષાબેન કૈલા, જયપ્રકાશભાઈ કૈલા, અનિતાબેન કૈલા, ગં.સ્વ.સવિતાબેન સવજીભાઈ કૈલા, વ્રિષા, રુહી, ક્રિષ્ન, સહિતના પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યું હતું. પ્રવર્તમાન સમયે લોકો પોતાના શુભ પ્રસંગની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે ઘુંટુંના કૈલા પરિવારે પૌત્રીના જન્મદીન નિમિતે સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી ધામના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર,અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.