મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં તાણ આચકી આવતા પડી ગયેલા કિશનભાઈ વાલજીભાઈ ખડોલા ઉ.35 નામના યુવાનને માથામાં ઇજાઓ પહોંચતા હેમરેજ થઈ જતા સારવારમા મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા બાદ ડોક્ટરની સલાહ વિરુદ્ધ હોસ્પિટલમાંથી જતા રહેતા ગંભીર ઇજાઓને પગલે મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.