અત્યાર સુધીના 24 કેમ્પમાં કુલ 7775 લોકોએ લાભ લીધો મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે તા. 4 ઓક્ટોબરને બુધવાર ના રોજ સવારે 9 થી 12 કલાકે મોરબીના સ્વ.હરગોવિંદભાઈ વજુભાઈ પોપટ (હ.વિનોદભાઈ પોપટ, વસંતભાઈ પોપટ, પ્રકાશભાઈ પોપટ, મનોજભાઈ પોપટ) પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે, તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધારકાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 98250 82468, હરીશભાઈ રાજા- 98792 18415, નિર્મિતભાઈ કક્કડ- 99988 80588, અનિલભાઈ સોમૈયા- 85110 60066 પર સંપર્ક કરવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 24 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 7775 લોકોએ લાભ લીધો હતો તેમજ 3386 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.તેમ નિર્મિત કક્કડ પ્રમુખ- જલારામ સેવા મંડળ, મંત્રી- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે.