મોરબી : મોરબીની ગ્રીનવેલી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષની ભૂમિ સુભાષસિંહ તોમરે સબ જુનિયર સેપાક ટકરાવની નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.કેરળ ખાતે 22 થી 26 ડિસેમ્બર સુધી સબ જુનિયર સેપાક ટકરાવ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતની ટીમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ભૂમિ તોમરની પસંદગી થઈ હતી. મોરબીની ભૂમિ તોમરે આ ચેમ્પિયનશિપમાં સારો દેખાવ કરીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. આ પહેલા પણ તે જિલ્લા અને રાજ્ય કક્ષાએ રમીને સારો દેખાવ કરી ચુકી છે. હવે નેશનલ કક્ષાએ બ્રોન્ઝ મેડલ મળતા તેણે સમગ્ર મોરબીનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.