મોરબી : મોરબીમાં સારો વરસાદ વરસતા જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ 100 ટકા ભરાઈ જતા હાલ 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે અને નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આજે બપોરે 2-15 વાગ્યે ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 1 દરવાજો 1 ફૂટ ખોલીને 1197 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપુર (મચ્છુ) રાપર તથા માળિયા મિયાણાના સુલતાનપુર માણાબા અને ચીખલી ગામોને તકેદારીના પગલાં લેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.