મોરબી : હાલ શ્રાવણ મહિનો વિદાય લેવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે મોરબીમાં અનેક એવા શિવ મંદિરો છે જેની સાથે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. આવું જ એક શિવ મંદિર એટલે મોરબીનું ગગનેશ્વર મહાદેવ મંદિર.મોરબીના શનાળા બાયપાસ ઓવરબ્રીજ પાસે વિશાલ ફર્નિચરની બાજુમાં તારીખ 6-9-1999ના રોજ એટલે કે આજથી 25 વર્ષ પહેલા ડો. બી.કે. લહેરુ તથા હીરાભાઈ ધનજીભાઈ કંઝારીયાના સૌજન્યથી આ મંદિરનું નિર્માણ કરાયું હતું અને મોરબીના કબીરપંથના મહંત શિવરામદાસજી બાપુએ ગગનેશ્વર મહાદેવ નામકરણ આપીને મહાદેવની પ્રતિષ્ઠા કરી હતી. આજે આ ગગનેશ્વર મહાદેવ મંદિર પર હજારો મહાદેવના ભક્ત તેમજ આજુબાજુ વાડી વિસ્તાર તથા સોસાયટીના લોકો સેવા પૂજા કરે છે. સાથે જ અહીં આસપાસની જગ્યા શાંતમય અને રમણીય હોય લોકોને અહીંયા ભગવાન ભોળાનાથની સાથે સાથે પ્રકૃતિના પણ દર્શન થાય છે.