મોરબી : મોરબીના મહિલા સામાજિક કાર્યકરોએ ભીમ અગિયારસના દિવસે ગાયોને 100 કિલો લાડવા ખવડાવીને ભીમ અગિયારસના વ્રતની ઉજવણી કરી હતી. જેમાં સ્વદેશી જાગરણના પ્રમુખ મિતલબેન પટેલ, નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ ચાંદનીબેન મણીયાર, અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પૂર્વ કાઉન્સિલર જશવંતીબેન સોનાગરા, મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ જાગૃતિબેન ગઢીયા અને દક્ષાબેન સોલંકી દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે ગિરનારી આશ્રમમાં ગાયોને 100 કિલો લાડવા ખવડાવીને અગિયારસના વ્રતની સેવામય ઉજવણી કરવામાં આવી હતી.