કોરિયોગ્રાફર રવિરાજ પી. પૈજાના માર્ગદર્શન હેઠળ આદિકલા કેન્દ્ર ગૃપે ગરબા અને 'સૂપડા રાસ'ની અદ્ભુત પ્રસ્તુતિ કરી મોરબીનું ગૌરવ વધાર્યુંમોરબી અપડેટ: વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતરના મેળામાં મોરબીના કલાકારોએ પોતાની કલાના કામણ પાથરીને સમગ્ર મોરબી અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને સુરેન્દ્રનગર પંચાયત દ્વારા મેળામાં વર્ષોથી યોજાતા પ્રાચીન રાસ-ગરબાના કાર્યક્રમમાં મોરબીની પ્રખ્યાત મંડળીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.મોરબીના પ્રખ્યાત આદિકલા કેન્દ્ર ગૃપ દ્વારા આ મેળામાં ગરબા તેમજ 'સૂપડા રાસ'ની અદ્ભુત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કોરિયોગ્રાફર રવિરાજ પી. પૈજા દ્વારા તૈયાર કરાયેલા આ રાસ-ગરબાએ ભારે જમાવટ કરી હતી. મોરબીની આ મંડળીએ પોતાની આગવી કલા અને શૈલીથી મેળામાં ઉપસ્થિત હજારો લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તરણેતરના વિશ્વ વિખ્યાત મેળામાં મોરબીની આ કલાત્મક પ્રસ્તુતિ સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત બની છે.#Morbi #MorbiUpdate #MorbiNews #TarnetarFair #TarnetarMelo #AadiKalaKendra #Garba #SupdaRaas #Saurashtra #GujaratTourism