આઇસર અને અર્ટીગા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ ઇજાગ્રસ્તહળવદ : ગત રાત્રિના બારેક વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના કડીયાણા ગામના પાદરમાંથી પસાર થતા મોરબી રોડ પર આઇસર ટ્રક અને અર્ટીગા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે.જ્યારે બે બાળકો અને એક મહિલાને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર ગામના ચૌહાણ પરિવાર તેઓના ગામથી અર્ટીગા કાર લઈને ધાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે માતાજીના માંડવામાં હાજરી આપવા જતા હતા ત્યારે ગત રાત્રિના બારેક વાગ્યાની આસપાસ હળવદના કડીયાણા ગામમાંથી પસાર થતા મોરબી રોડ પર આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર અમિતભાઈ કાનજીભાઈ ચૌહાણ ઉંમર-35નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે તેમના પત્ની પુજાબેન ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ હળવદ અને બાદમાં મોરબી ખસેડવામાં આવ્યા છે તેમજ અમિતભાઈની દિકરી તન્વી અને દીકરા ધ્રુવ પણ ઇજાગ્રસ્ત થયા હોય જેથી તેઓને પણ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા છે.