કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની પ્રેરણાથી લખાયેલી આ ગઝલ દ્વારા લોકોને અચૂક મતદાન કરવા કરાઈ અપીલhttps://youtube.com/shorts/tCALcWlbyGg?si=HPp_PMWEWBf7YR8Cમોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લોકશાહીના પર્વને ધ્યાનમાં રાખીને મોરબીમાં મતદાનની ટકાવારી વધે અને લોકો જાગૃત થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી અને સ્વીપ (SVEEP) નોડલ ઓફિસર કમલેશ મોતા દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો અને પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. મોરબી કલેક્ટર અને અધિક કલેક્ટરની પ્રેરણાથી કમલેશ મોતાએ એક સુંદર ગઝલની રચના કરી છે, જેમાં નાગરિકોને કોઈપણ જાતના ડર, લોભ કે લાલચ વિના અને ઉમેદવારની જાતિ કે ધર્મ જોયા વિના મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.આ ગઝલના શબ્દો...5 વર્ષે રૂડો પર્વ આવ્યો, ચાલો સૌ સન્માન કરીએ,મારો મત મારો અધિકાર, ચાલો સૌ મતદાન કરીએ.મારા 1 મતથી શું ફરક પડે એવું ન વિચારીએ,લોકશાહીના યજ્ઞમાં આપણે પણ અનુષ્ઠાન કરીએ,ચાલો સૌ મતદાન કરીએ...ન લોભ કે લાલચમાં આવીએ ન કોઈથી ડરીએ,મુક્ત મને વિહરી દેશ હિતનું સૌ ગાન કરીએ,ચાલો સૌ મતદાન કરીએ...ન ઉમેદવારની જાતિ જોઈએ ન જોઈએ ધર્મ,નાગરિક ધર્મ વિચારી રાષ્ટ્રહિતનું સૌ ધ્યાન ધરીએ,ચાલો સૌ મતદાન કરીએ...રજા છે મજા કરીએ, ચાલોને ક્યાંક ફરવા જઈએ એવું ના કહેશો કદી,દેશ માટે સૌ સમયદાન કરીએ,ચાલો સૌ મતદાન કરીએ...દેશ ઉપર નહીં ખુદ પર એક અહેસાન કરીએ,પહેલા મતદાન કરીએ પછી જ સૌ જલપાન કરીએ,ચાલો સૌ મતદાન કરીએ...#MorbiUpdate #Morbi #MorbiNews #VoterAwareness #Election #Voting #SVEEP #KamleshMota #Democracy