મોરબી : મોરબીના ચાર વર્ષના બાળકે ઈન્ડિયા ટોપ મોડેલ ફેશન શો સ્પર્ધામાં સેકન્ડ રનરઅપ બનીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.મોરબીના સાડા ચાર વર્ષના ધ્રુવિત પેથાણીએ સુરતમાં યોજાયેલી ઈન્ડિયા ટોપ મોડેલ જુનિયર સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી આઠ બાળકો પસંદ થયા હતા. જેમાંથી મોરબીના ધ્રુવિત પેથાણીએ સેકન્ડ રનરઅપ રહીને એટલે કે ત્રીજો નંબર મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ ધ્રુવિતને શુભેચ્છાઓ મળી રહી છે.