રાજ્યમાં 144 ડેપ્યુટી કલેક્ટરની સાગમટે બદલી: મોરબી જિલ્લામાં વહીવટી સ્તરે મોટા ફેરફારમોરબી અપડેટ : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી હિતમાં ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), વર્ગ-1 સંવર્ગમાં ફરજ બજાવતા 144 અધિકારીઓની સાગમટે બદલી અને નવી નિમણૂકના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીના દોરમાં મોરબી જિલ્લામાં પણ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક અને આંતરિક બદલીઓ કરવામાં આવી છે.મોરબી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર: જામનગર (ગ્રામ્ય)ના પ્રાંત અધિકારી બ્રિજેશ એ. કાલરીયાની બદલી મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે.વાંકાનેર પ્રાંત અધિકારી: દેવભૂમિ દ્વારકાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) પૃથ્વીરાજસિંહ એ. ગોહિલની બદલી વાંકાનેરના પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે.મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO): મુંદ્રા (કચ્છ)ના પ્રાંત અધિકારી બી. એચ. ઝાલાની બદલી મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે.મોરબીથી કચ્છ બદલી: મોરબીના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ સી. ભટ્ટની બદલી કચ્છ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #GujaratGovernment #Transfer #RevenueDepartment #IAS #GAS #CollectorOffice #Wankaner #MorbiNews