મોરબી : હાલમાં તારીખ 29, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ વડોદરાના સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 20 મી વાડોકાઈ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની સંસ્કૃતિ ગોહિલે ગોલ્ડ મેડલ જીત્યો છે.મોરબીના રંજનબેન મકવાણાની દીકરી અને એ-વન સ્પોર્ટ્સ એકેડમીની વિદ્યાર્થિની સંસ્કૃતિ ગોહિલે આ ચેમ્પિયનશિપમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ જીતી મોરબીનું ગૌરવ વધાર્યું છે. મહત્વનું છે કે, આ ચેમ્પિયનશિપમાં ભારત, જાપાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશમાંથી 700 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગોહિલ સંસ્કૃતિએ પ્રથમ નંબર મેળવ્યો છે.ગોહિલ સંસ્કૃતિ છેલ્લા ઘણા વર્ષોથી ગોપાલ સર, કુમાર સર, પરેશ સર, હરેશ સર અને રશ્મિ મેડમના માર્ગદર્શન નીચે કરાટેની તાલીમ લઈ રહી છે. તેણે ગયા મહિને જ કરાટેની બ્લેકબેલ્ટની પરીક્ષા પાસ કરી બ્લેકબેલ્ટ પણ મેળવ્યો છે.