રેડીયન્સ સ્કૂલ ઓફ સાયન્સ ગાંધીનગરમાં અભ્યાસ કરતી પ્રેક્ષાએ ફાઈટમાં ગોલ્ડ અને કરાટે કોમ્પિટિશન ફાઈટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યોમોરબી : કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા તારીખ 29/30 નવેમ્બર તથા 1 ડિસેમ્બર આમ ત્રણ દિવસીય 20મી WKI ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ મોરબીના ઘુંટુની દીકરીએ બે મેડલ મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે.આ કોમ્પિટિશનમાં મૂળ ઘુંટુની પંચવટી સોસાયટી પ્લોટમાં રહેતી હાલ ગાંધીનગર નિવાસી વિક્રમભાઈ શિવલાલભાઈ વિરપરિયાના પુત્રી અને રેડીયન્સ સ્કૂલ ઓફ સાયન્સ ગાંધીનગરમાં અભ્યાસ કરતી પ્રેક્ષા વિક્રમભાઈ વિરપરિયાએ ભાગ લીધો હતો. આ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ પ્રેક્ષાએ ફાઈટમાં ગોલ્ડ મેડલ અને કરાટે કોમ્પિટિશન ફાઈટમાં બ્રોન્ઝ મેડલ એમ કુલ 2 મેડલ જીતીને પરિવાર તથા શાળાનું નામ રોશન કર્યું છે. મહત્વનું છે કે, પ્રેક્ષાએ અત્યાર સુધીમાં ડિસ્ટ્રીક્ટ, સ્ટેટ, નેશનલ, અને ઇન્ટનેશનલ આમ કુલ 8 કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. જેમાં કુલ 7 ગોલ્ડ મેડલ, 2 બ્રોન્ઝ મેડલ અને 1 સિલ્વર મેડલ એમ કુલ 10 મેડલ મેળવ્યા છે.