તું જાડી છો, તને રાખવી નથી કહી જાનથી મારી નાખવા ધમકી આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ મોરબી : મોરબીના વિસીપરામાં મદીના સોસાયટીમાં રહેતી દીકરીને ગાંધીધામ કચ્છના સાસરિયાઓ દ્વારા તું જાડી છો તને રાખવી જ નથી કહી શારીરિક માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં મદીના સોસાયટીમાં પવિત્ર કુવા પાસે માવતરને ત્યાં રહેતા સમીમબેન સુલેમાનભાઇ જીગીયાને કચ્છના ગાંધીધામ ખાતે એકતા નગરમાં રહેતા આરોપી પતિ સુલેમાનભાઇ અબ્બાસભાઇ જીંગીયા, હનીફાબેન અબ્બાસભાઇ જીંગીયા, મરીયમબેન હાસમભાઇ જીંગીયા, નુરજહા ઉર્ફે નુરીબેન અયુબભાઇ જીંગીયા, હજીયાણા ઉર્ફે સરીફબેન અયુબભાઇ જીંગીયા અને જીન્નતબેન અયુબભાઇ જીંગીયા ઘરકામ બાબતે મારકુટ કરી તુ બહુ જાડી છો તેમ કહી મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી તને રાખવી નથી તેમ કહી પતિની ચડામણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તમામ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.