પુણે ખાતે યોજાયેલ સ્પર્ધામાં ઝળહળતો દેખાવ: હવે આંદામાન નિકોબારમાં યોજાનાર આગામી સ્પર્ધાની કરશે તૈયારીમોરબી : મોરબી અને સતવારા સમાજનું ગૌરવ એવી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઝીંકલ રાકેશભાઈ કંઝારીયાએ પુણે ખાતે અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ (નેશનલ આર્ટ્સ ટેલેન્ટ સર્ચ - by UNESCO) દ્વારા યોજાયેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઝીંકલે પોતાની કળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 2જું સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ ભવ્ય સફળતા બાદ હવે ઝીંકલ આગામી સમયમાં આંદામાન નિકોબાર ખાતે યોજાનારી સ્પર્ધા માટે પૂરજોશમાં તૈયારીઓ કરી રહી છે. ઝીંકલની આ સિદ્ધિ બદલ સમગ્ર મોરબીવાસીઓ અને સતવારા સમાજ દ્વારા તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી છે. #Morbi #MorbiUpdate #ProudOfMorbi #SatwaraSamaj #YouthTalent #NationalArtsTalentSearch #UNESCO #MorbiNews