મોરબીના દેવાંશી પરમારે ભારત મંડપમ દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુંમોરબી : તારીખ 10-11-12 જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે ભારત મંડપમમાં રાષ્ટ્રીય યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી પસંદગી પામેલા યુવાનો આવ્યા હતા. જેમાં ચિત્રકલામાં મોરબીના દેવાંશી મુકેશભાઈ પરમાર રાજ્યકક્ષાએ પસંદગી પામી અને રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી ભારત મંડપમમાં ચિત્રકલા રજુ કરી હતી. આ સાથે તેઓ રાષ્ટ્રીય યુવા અને ખેલ મંત્રાલયના મંત્રી મનસુખ માંડવીયા સાથે મુલાકત કરી. આ ઉપરાંત યુવા ઉત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનો સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છીએ કે દેવાંશી પરમાર આ પહેલા પણ કલા ઉત્સવ, કલા મહાકુંભ, યુવા ઉત્સવમાં રાજ્યકક્ષાએ અનેક વખત વિજેતા બન્યા છે. આ સાથે મહર્ષિ અરવિંદ આશ્રમની મુલાકાતમાં પોન્ડિચેરી ખાતે પણ રાજ્યકક્ષાએ પસંદગી પામી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનો સંપૂર્ણ પરિવાર ચિત્રકલા સાથે જોડાયેલ છે. પિતા ખૂબ સારા ચિત્રકાર છે અને તેમની પ્રેરણાથી પોતે પણ ચિત્રકળામાં પારંગત થયા છે અને રાષ્ટ્રીય કક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી મોરબીનું ગૌરવ વધાર્યું છે.