મોરબી : મોરબીની પૂજા કિશોરભાઈ વાઘેલાએ સતત મહેનત અને સંઘર્ષ પછી આ વર્ષે મે-2025 માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) બનવાની ગૌરવભરી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ પૂજા અને સમગ્ર વાઘેલા પરિવારમાં આનંદ અને ગૌરવનો વિષય બની છે. તેના ગુરુજનો, માતા-પિતા, પરિવારજનો અને મિત્ર વર્તુળનો આ દરમિયાન અમૂલ્ય સહકાર રહ્યો છે.