મોરબી : મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ પાસે માવતર ધરાવતા અને વાંકાનેર ભાટિયા સોસાયટીમાં સાસરું ધરાવતી મુસ્લિમ પરિવારની દીકરીને ઘરકામ બાબતે સાસરિયાઓ મારકુટ કરી અમાનુષી ત્રાસ ગુજારતા હોવાથી મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ પાસે ખ્વાજા પેલેસ નજીક મહેન્દ્રપરામાં માવતરના ઘેર રહેતા અમીરૂનબેન સદામહુસેન લોલડીયા ઉ.31 નામના પરિણીતાએ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા પતિ સદામહુસેન સલીમભાઈ લોલડીયા, સસરા સલીમભાઈ ઉમરભાઈ લોલડીયા, સાસુ સઇદાબેન સલીમભાઈ લોલડીયા અને નણંદ સબનમબેન જાબીરભાઇ ધોણીયા રહે.મહેન્દ્રપરા મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પતિ સહિતના સાસરિયા ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હોય સમાજ રાહે સમાધાનના પ્રયાસ કર્યા હતા. જો કે, આમ છતાં સાસરિયાઓનો ત્રાસ ચાલુ રહેતા અંતે મહિલા પોલીસ સ્ટેશન મોરબી ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.