મોરબી : મોરબી ખાતે 1100 કુંડી મહાયજ્ઞમાં મહેમાન બનેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મોરબીના ચિત્રકાર માનસીબેન અમૃતિયાએ જાતે બનાવેલ રાજ્યપાલજીની આબેહૂબ ચિત્રાકૃતિ એમને ભેટમાં આપી હતી. આ તસ્વીર સ્વીકારતાની સાથે રાજ્યપાલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માનસીબેન અમૃતિયાંએ આ પહેલા ચિત્રકલામાં રાજ્યકક્ષાએ મોરબીનું પ્રતિનિધિત્વ કરેલું છે.