પતિ, સસરા, જેઠ અને જેઠાણી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ગુન્હો દાખલ મોરબી : મોરબીમાં માવતર ધરાવતી સિંધી પરિવારની દીકરીને રાજસ્થાનના જયપુર ખાતે રહેતા પતિ સહિતના સાસરિયા કરિયાવર મામલે ત્રણ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપતા હોય મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં પિતાના ઘેર રહેતી ઉર્વશીબેન સુનિલભાઈ સેવકાની ઉ.30 નામની પરિણીતાએ જયપુર રાજસ્થાન ખાતે રહેતા પતિ સુનિલ રાજકુમાર સેવકાની, સસરા રાજકુમાર ઇશ્વરદાસ સેવકાની, જેઠ દિલીપ રાજકુમાર સેવકાની અને જેઠાણી હિર દિલીપભાઈ સેવકાની વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તમામ અરોપીઓ લગ્નજીવન દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી કરિયાવર બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.જો કે, સમાજ રાહે સમાધાનના પ્રયાસ કરવા છતાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું બંધ ન કરતા અંતે પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.