એસોસિએશનના વર્તમાન અને ભૂતપૂર્વ હોદ્દેદારોએ એક્સપોના ટાઇટલ સ્પોન્સર બ્લુઝોન ગ્રુપને પાઠવી શુભેચ્છાઓનવી દિલ્હી : નવી દિલ્હી ખાતે આજથી શરૂ થયેલા વાયબ્રન્ટ બિલ્ડકોન એક્સપોમાં બ્લુઝોનના સ્ટોલની સિરામિક એસોસિએશનના વર્તમાન અને ભૂતપૂર્વ હોદ્દેદારોએ મુલાકાત લઈ ગૃપના મેનેજીંગ ડિરેકટરને શુભકામનાઓ પાઠવી હતી. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે દેશના સૌથી મોટા બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો બ્લુઝોન પ્રેઝન્ટ 'વાયબ્રન્ટ બિલ્ડકોન - 2025'નું ઉદઘાટન આજે સવારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું છે. આ વેળાએ બોલિવૂડ અભિનેતા અને એક્સપોના બ્રાન્ડ એમ્બેસેડર એવા સુનિલ શેટ્ટીની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ એક્સપોમાં ટાઇટલ સ્પોન્સર તરીકે બ્લુઝોન વોલ & વિટ્રીફાઇડ જોડાયેલું છે.મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, મુકેશભાઈ કુંડારીયા તેમજ હાલના પ્રમુખ સંદીપભાઈ કુંડારિયા અને હરેશભાઇ બોપલીયા સહિતના એક્સપોની મુલાકાતે પધાર્યા છે. આ દરમિયાન તેઓએ બ્લુઝોનના સ્ટોલની મુલાકાત લઈ બ્લુઝોનના મેનેજિંગ ડિરેકટર મનોજભાઈ એરવાડિયાને શુભેચ્છાઓ પાઠવી હતી.