મોરબીના સિરામિક મેન્યુફેક્ચર એસોશિએશન દ્વારા બાયરો માટે ખાસ એપ્લિકેશન લોન્ચ કરાઈમોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ઉદ્યોગના ગ્રાહકોને હવે કોઈપણ પ્રોડકટ ખરીદવા માત્ર એક એપ્લિકેશન ઓપન કરવી પડશે ! એમસીએમએ નામની એપ્લિકેશનમાં મોરબીના તમામ ઉદ્યોગકારોની પ્રોડક્ટ અને સંપર્ક સહિતની વિગતો સમાવી લેવામાં આવી છે જેથી વિશ્વના કોઇપણ ખૂણેથી ખરીદદાર સીધો જ સિરામિક મેન્યુફેક્ચરરનો સીધો સંપર્ક કરી શકશે.મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખ મુકેશભાઈના જણાવ્યા મુજબ મોરબીના સીરામીક મેન્યુફેક્ચરર દ્વારા તેઓના વેન્ડર માટે ખાસ એમસીએમએ એક્સક્લુઝીવ એપ્લીકેશન લોન્ચ કરી છે. જેનાથી સીરામીકના તમામ પ્રકારના સપ્લાયર તેમની પ્રોડકટનુ આસાનીથી માકેઁટીંગ કરી શકશે, તેમની પ્રોડક્ટની ડીટેઈલ આ એપ્લીકેશનમા પોસ્ટ કરી શકશે જેથી માકેઁટીંગ કરવુ સહેલુ થશે, સાથે જ આ એપ્લીકેશન મારફતે તેઓ સરળતાથી મેન્યુફેક્ચરરનો સંપર્ક પણ કરી શકશે.