મોરબી : શાળામાં વર્ષ દરમિયાન થતી અનેકવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના આધારે રાજ્ય સરકાર દ્વારા તમામ શાળાઓનું ગુણોત્સવના માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે. ત્યારે આ ગુણોત્સવમાં મોરબીની બિલિયા શાળા અને પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ ઉચ્ચ ગ્રેડ પ્રાપ્ત કરીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બિલિયા શાળાએ A++ ગ્રેડ પ્રાપ્ત કર્યોશાળાની વર્ષભરની વિવિધ પ્રવૃતિઓ, અધ્યયન અધ્યાપન, શાળા વ્યવસ્થાપન, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશાધન અને તેનો ઉપયોગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એકમ કસોટી,સત્રાંત વાર્ષિક પરીક્ષા શાળા સંચાલન, વિદ્યાર્થીઓની હાજરી, મધ્યાહ્નન ભોજન, સ્વચ્છતા, આપત્તિ વ્યવસ્થાપન, તહેવારોની ઉજવણી, પુસ્તકાલયનો ઉપયોગ વગેરે બાબતોને ધ્યાને લઈ 1000 (એક હજાર) માર્કના આધારે મૂક્યાંકન કરવામાં આવે છે. જેમાં મોરબીની બિલિયા પ્રાથમિક શાળાએ સતત ત્રીજી વખત A++ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓઓ તેમજ ધોરણ બાલવાટિકા થી ધોરણ આઠમા ખુબજ મહેનત કરાવનાર તમામ શિક્ષકોને શાળાની ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ કિરણભાઈ કાચરોલાએ ધન્યવાદ પાઠવ્યા છે.પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ A+ ગ્રેડ મેળવ્યોમોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાએ અનેકવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિના કારણે A+ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓઓ તેમજ ધોરણ બાલવાટિકા થી ધો.8મા ખુબજ મહેનત કરાવનાર શિક્ષકો અરવિંદભાઈ કૈલા, અશ્વિનભાઈ ક્લોલા, અલકાબેન કોરવાડિયા હીનાબેન ચાવડા, ગીતાબેન અંદીપરા, નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા,દયાલજીભાઈ બાવરવા, જયેશભાઈ અગ્રાવત, ચાંદનીબેન સાંણજા અને અશ્વિનભાઈ ભુવા વગેરેને શાળાની ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ ધન્યવાદ પાઠવ્યા છે.