30 એપ્રિલ સુધી મનાવાઈ રહ્યું છે વિશ્વ રસીકરણ સપ્તાહમોરબી : રસીકરણ એ બાળકોનો જન્મસિદ્ધ હક છે જે દરેક બાળકને સ્વસ્થ તથા ઉજ્જવળ ભવિષ્ય સુધી લઈ જતું હોય છે. રસીકરણ એ ઘણી જીવલેણ તથા ગંભીર બીમારી સામે રક્ષણ માટેનું અમોઘ શસ્ત્ર છે. ત્યારે તારીખ 24 થી 30 એપ્રિલ સુધી વિશ્વ રસીકરણ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. આ રસીકરણ સપ્તાહ નિમિત્તે ભાડેસિઆ નવજાત શિશુ/બાળકો તથા ડેન્ટલ હોસ્પિટલ તરફ થી જન જાગૃતિ માટે સ્ટાફની મદદથી રસીકરણ અંતર્ગત પોસ્ટર્સ બનાવવામાં આવ્યા છે. અલગ અલગ રોગ સામેની રસીકરણ માટેની સરળ અને સાદી ભાષામાં તમામ લોકોને સમજાઈ શકે તે રીતે ગુજરાતીમાં માહિતી આપવામાં આવી છે. હોસ્પિટલની મુલાકાત લઈ ડો. પ્રણવ ભાડેસિઆ (M.D. Paediatrics, Fellowship in Neonatology) ને મળી ને તમારા બાળકનું રસીકરણ વિશેની માહિતી સચોટ અને સરળ રીતે મેળવી શકો છો.સરકાર તરફ થી રસીકરણ મમતા કાર્ડ મારફતે તદ્દન મફત કરવામાં આવે છે. જો તમે આરોગ્ય કેન્દ્ર પર ના જતા હોય તો સરકારી આરોગ્ય કર્મચારીઓ ઘરે પણ રસી મૂકવાનું યાદ કરાવે છે અથવા મૂકવા પણ આવે છે. અમુક ગંભીર રોગ સામેની રસીઓ જે સરકારી કેન્દ્રમાં આપવામાં નથી આવતી એ પ્રાઇવેટ હોસ્પિટલમાં મૂકી શકાય છે. રસીકરણ માટે અમુક આડઅસરની ખોટી માન્યતાઓ છે, જે તબીબ સાથે વાત કરીને સમજી શકાય છે. અમુક ગંભીર રોગ સામેની રસી મૂકવાથી લાંબા ગાળે ફાયદો થાય છે. આપણા સમાજમાં પહેલે થી કહેવત છે કે “પાણી પહેલા પાળ બાંધવી“ તે રસીકરણ માટે તદ્દન 100% સત્ય સાબિત થયેલી છે. માટે જો તમે તમારા બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માંગતા હોય જીવલેણ રોગો થી દૂર રાખવા માંગતા હો તો “જાગ્યા ત્યાંથી સવાર“ તમારા બાળકનું રસીકરણ પત્રક ચેક કરો અને જો કોઈ રસી મૂકવાની હોય તો એની તૈયારી કરી દો અથવા બાકી રહી ગઈ હોય તો તમારા બાળકના તબીબ મળીને અથવા સરકારી કેન્દ્રમાં જઈને મૂકાવી દો.