મોરબી અપડેટ : મોરબી બી ડિવિઝન પોલીસે કોમ્બિંગ દરમિયાન મોરબી સહિત કુલ 6 જિલ્લાઓમાંથી હદપાર કરાયેલા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયાના સુપરવિઝનમાં સર્વેલન્સ કોમ્બિંગમાં હતો. આ દરમિયાન હદપારીનો ભંગ કરનાર આરોપી દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ (ઉ.વ. 36, રહે. મોરબી-2, નજરબાગ રેલવે સ્ટેશન સામે, બૌદ્ધનગર મફતિયાપરા પાસે) મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે, આરોપી દિનેશ ચૌહાણને મોરબી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, જામનગર અને કચ્છ-ભુજ એમ કુલ 6 જિલ્લાઓમાંથી 6 માસ માટે હદપાર કરવામાં આવ્યો હતો. આમ છતાં તેણે હુકમનો અનાદર કરી મોરબીમાં પ્રવેશ કરતા તેની સામે જી.પી. એક્ટ કલમ 142 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #BDivisionPolice #GujaratPolice #MorbiNews