મોરબીના જીજ્ઞેશભાઈ પંડ્યાને વર્ષ 2026-28 ના સત્ર માટે ગુજરાત રાજ્ય સલાહકારની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈમોરબી : જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને સનાતન સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં અગ્રેસર એવા મોરબીના ગણનાથ જ્યોતિષ કાર્યાલયના મુખ્ય સંચાલક જીજ્ઞેશભાઈ પંડ્યા (ગોલ્ડ મેડલિસ્ટ, કાશી વારાણસી)ની દેશની જાણીતી અને પ્રતિષ્ઠિત સંસ્થા 'રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન' (RJRAS) ની નવગઠિત રાષ્ટ્રીય એક્ઝિક્યુટિવ કમિટી (સત્ર 2026-28) માં 'સ્ટેટ એડવાઈઝર - ગુજરાત' (રાજ્ય સલાહકાર) ના અત્યંત મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત પદ પર વરણી કરવામાં આવી છે.સંસ્થાના અધિકૃત પદાધિકારીઓ પં. કે. એ. દુબે પદ્મેશ, પંકજ ત્રિવેદી અને ડૉ. અજય ભામ્બી દ્વારા સંયુક્ત રીતે આ ગૌરવપૂર્ણ 'ડેઝિગ્નેશન સર્ટિફિકેટ' જાહેર કરી તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.સંસ્થાના ટ્રસ્ટ કાર્યાલય તરફથી એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જીજ્ઞેશભાઈના વિશાળ અનુભવ, આધ્યાત્મિક માર્ગદર્શન અને સકારાત્મક સહયોગથી સંસ્થાને માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક નવી ઊર્જા અને મજબૂત દિશા પ્રાપ્ત થશે. તેમના આ ગૌરવપૂર્ણ પદ પર આરૂઢ થવાથી સમગ્ર ગુજરાત અને ખાસ કરીને મોરબીના જ્યોતિષ જગત તેમજ સનાતન સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.આ ગરિમાપૂર્ણ સિદ્ધિ બદલ દેશ-વિદેશના અનેક વિદ્વાનો, શુભચિંતકો અને સ્થાનિક સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા જીજ્ઞેશભાઈ પંડ્યાને તેમના મોબાઈલ નંબર 94269 73819 પર સતત શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.#MorbiUpdate #MorbiNews #Astrology #GujaratNews #Morbi #RJRAS #ProudMorbi