હાલના મદદનીશ ચેરિટી કમિશનરના પ્રયત્નોને પરિણામે મોરબીને પોતાનું અલાયદું ચેરિટી ભવન પ્રાપ્ત થયું હતુંમોરબી અપડેટ: ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા રાજ્યના ચેરિટી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના મદદનીશ ચેરિટી કમિશનર પૃથ્વીરાજસિંહ જાડેજા (પી. બી. જાડેજા) ની અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે.પૃથ્વીરાજસિંહ જાડેજાને અમરેલીની જવાબદારી ઉપરાંત ભાવનગર અને રાજકોટનો પણ વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. જ્યારે મોરબીના નવા મદદનીશ ચેરિટી કમિશનર તરીકે એફ. એ. ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. મહીસાગરથી બદલી પામીને મોરબી આવતા એફ. એ. ત્રિવેદીને સુરેન્દ્રનગરનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિદાય લઈ રહેલા પૃથ્વીરાજસિંહ જાડેજાના સતત પ્રયત્નો અને ભારે જહેમતના પરિણામે જ મોરબીને પોતાનું અલાયદું ચેરિટી ભવન પ્રાપ્ત થયું છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પોતાની ઉત્કૃષ્ટ કામગીરીથી મોરબીના લોકોના દિલમાં એક આગવું સ્થાન મેળવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CharityCommissioner #Transfer #GujaratGovernment #MorbiCharityBhavan #Amreli #Bhavnagar