101 જેટલા સ્પર્ધકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ થશેમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સાંજે 6 કલાકે મોરબીના કેસરબાગ ખાતે મોરબીની અસ્મિતા નામનો કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં રાસ-ગરબા, એક પાત્રીય અભિનય, સોલો ડાન્સ, ગાયન અને વાદનની વિવિધ કૃતિઓ સ્પર્ધકો દ્વારા રજૂ કરવામાં આવશે. જેમાં 101 જેટલા સ્પર્ધકો વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. તમામ સ્પર્ધકો સાંજે પોતાની કૃતિઓ રજૂ કરશેઆ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ધારાભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મોરબીની જાહેર જનતાને પધારવા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદિપસિંહ વાળા દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.