મોરબી : મૂળ લાલપર ગામના વતની અને હાલ મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રહેતા જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજાના ઘરે દીકરીનો જન્મ થતાં દીકરી જન્મની ખુશીમાં 51 હજાર રોટલાનું વિતરણ ગૌશાળાઓમાં કરવાનો સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.જયકુમાર આદ્રોજાના ઘરે દીકરીનો જન્મ થયો છે ત્યારે તેમણે દીકરીના જન્મ નિમિત્તે આપણી સંસ્કૃતિની માતા એટલે ગૌમાતાને રોટલા ખવડાવવાનું નક્કી કર્યું છે. જેથી આગામી તારીખ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પાવન અવસરે મોરબીની આજુબાજુની 51 ગૌશાળામાં આશરે 51,111 રોટલાનું વિતરણ કરવામાં આવશે. આમ તેમણે દીકરીના જન્મ નિમિત્તે ખુશી વ્યક્ત કરવા અલગ પ્રયોગ કરીને સમાજનો નવો રાહ ચિંધ્યો છે.