મોરબી : મોરબીમાં રહેતા 6 વર્ષના ઝીયાન ગોસ્વામીએ ઇન્ડિયા ટોપ મોડેલ ફેશન શોમાં પ્રથમ નંબર મેળવી મોરબીનું નામ રોશન કર્યું છે.મોરબીના શનાળા રોડ ઉપર રહેતા ઝીયાન હાર્દિકગીરી ગૌસ્વામીએ તાજેતરમાં યોજાયેલ ઇન્ડિયા ટોપ મોડેલ ફેશન શોમાં ભાગ લઈ જુનિયર કેટેગરીમાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ ઝીયાન દાદા ભરતગીરી, દાદી ભાવનાબેન, પપ્પા હાર્દિકગીરી તથા મમ્મી નિકિતાબેન ગૌરવની લાગણી અનુભવે છે. તથા ઝીયાન ગોસ્વામીને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.