મોરબી તાલુકા સેવા સદન ખાતે યોજાનાર સ્વાગત કાર્યક્રમ માટે સોમવાર સુધી અરજી કરી શકાશે: નિયમો અને માર્ગદર્શિકા જાહેરમોરબી અપડેટ : મોરબી જિલ્લાના નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાએ જાન્યુઆરી-2026 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તારીખ 25/08/2026 ના રોજ સવારે 11:00 કલાકે મોરબી તાલુકા સેવા સદનના સભાખંડ, લાલબાગ, મોરબી ખાતે યોજાનાર છે.આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ કરવાના થતા તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો આગામી 10 ઓગસ્ટ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને અરજી સ્વરૂપે પહોંચતી કરવાની રહેશે. અરજીના મથાળે ફરજિયાતપણે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. તારીખ 10 પછી મળનારી અરજીઓ આગામી મહિનામાં ધ્યાનમાં લેવામાં આવશે.તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને અગાઉ લેખિતમાં અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર તેમજ મળેલા પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે જોડવાની રહેશે. અરજીમાં અરજદારે પોતાનું નામ, સરનામું, ફોન નંબર અને સહી કરવાની રહેશે. સ્પષ્ટ અને મુદ્દાસરના આધારો સાથે રજૂ થયેલી અરજી જ ધ્યાને લેવાશે તેમજ અલગ-અલગ વિષયના પ્રશ્નો માટે અલગ અરજી કરવાની રહેશે.સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો, અન્ય વ્યક્તિના પ્રશ્નો, કોર્ટ મેટર, દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તેમજ અગાઉ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’માં લેવાઈ ગયેલા પ્રશ્નો આ કાર્યક્રમમાં રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહીં, તેની અરજદારોએ નોંધ લેવા મોરબી મામલતદાર (ગ્રામ્ય) દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #TalukaSwagat #GrievanceRedressal #MorbiRural #MamlatdarOffice #MorbiNews #GujaratNews