મોરબી : આવતીકાલે તા.૩૧ મી ઓકટોબર-૧૮ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના’’રન ફોર યુનિટી’’ સવારે ૭-૩૦ કલાકે મોરબી નગરપાલિકા કચેરીએથી શરૂ થશે અને મોરબી શહેરના મૂખ્યમાર્ગો પર થઇને સરદાર પટેલ પ્રતિમા, નવા બસસ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ ’’રન ફોર યુનિટી’’માં મોરબી શહેરના શાળા-કોલેજોના વિદ્યાર્થી ભાઇ-બહેનોથી માંડીને સિનીયર સીટીઝન દરેક નાગરિક ભાઇ-બહેનો વધુમાં વધુ જોડાય તેવી વહિવટીતંત્ર અને નગરપાલિકા વતી કલેકટર આર.જે.માકડીયાએ અનુરોધ કર્યો છે.