મોરબી : મોરબીનો આરટીઓનો પુલ આવતીકાલે 31 ઓગસ્ટથી શરૂ થવાનો હતો. પરંતુ વરસાદને પગલે કામમાં વિલંબ થયો હોય આ પુલ હજુ 2જી સપ્ટેમ્બર સુધી બંધ રહેવાનો છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના એન્જીનિયર હિતેશ આદ્રોજાએ જણાવ્યું કે પુલનું કામ હજુ ચાલુ છે. જેથી આવતીકાલ 2 સપ્ટેમ્બર, બુધવાર સુધી પુલ બંધ રેહશે. અને જો કામ સમયસર પૂરું થશે તો બુધવાર સાંજ પછી પુલ ચાલુ કરી દેવામાં આવશે.