ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવા માટે વાહન માલિકો ઓનલાઇન હરાજીમાં ભાગ લઈ શકશેમોરબી: મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા વાહન માલિકો માટે મેન્યુઅલ હરાજી પ્રક્રિયાને બદલે વધુ સરળ, નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી ઓનલાઇન ઓક્શન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત મોરબી RTO ખાતે ટુ-વ્હીલર વાહનોની જૂની સિરીઝ (GJ36BC, BA, AS, AQ, AN, AM), ફોર-વ્હીલર વાહનોની જૂની સિરીઝ (GJ36BB, AR, AL, AP, AJ) તેમજ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોની જૂની સિરીઝ (GJ36V, GJ36X)ના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના મનપસંદ નંબરો મેળવવા માટે ઓનલાઈન હરાજી પ્રક્રિયા હાથ ધરાશે.ઓનલાઈન રજીસ્ટ્રેશન અને હરાજીની તારીખપસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ આગામી તા. 11/06/2026 થી 13/06/2026 સુધીમાં પાયાની રકમ (બેઝિક ફી) ઓનલાઇન ભરીને અરજી કરવાની રહેશે. ત્યારબાદ 13/06/2026 થી 15/06/2026 દરમિયાન વાહન માલિકો ઓનલાઇન બિડિંગ (હરાજી) પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે અરજદારોએ સૌપ્રથમ પરિવહન વિભાગના સત્તાવાર પોર્ટલ parivahan.gov.in/fancy/ પર જઈને પબ્લિક યુઝર તરીકે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી દરમિયાન મેળવેલા યુઝર આઈ-ડી અને પાસવર્ડથી લોગીન કર્યા બાદ ચોઈસ નંબર એપ્લિકેશન (CNA) ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ વાહન ખરીદી અથવા વીમાની તારીખ (બેમાંથી જે વહેલું હોય તે) ના 7 દિવસની અંદર અને વાહનનો ટેક્સ RTO કચેરીએ ભરપાઈ કર્યા બાદ ફરજિયાત ભરવાનું રહેશે, અન્યથા અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે નહીં.ચૂકવણી અને રિફંડના નિયમોઓનલાઇન બિડિંગ દરમિયાન જો રકમમાં રૂ. 1000ના ગુણાંકમાં વધારો કરવામાં આવ્યો હશે, તો સફળ અરજદારે હરાજી પૂર્ણ થયાના 5 દિવસમાં તફાવતની રકમ ઓનલાઇન જ ભરવાની રહેશે. સમયસર રકમ ન ભરનાર અરજદારને ડિસ-ક્વોલિફાય કરવામાં આવશે. હરાજીમાં અસફળ રહેલા અરજદારોની મૂળ રકમ 5 થી 7 દિવસમાં ઓનલાઇન તેમના ખાતામાં પરત જમા થઈ જશે. જ્યારે સફળ ઉમેદવારોએ નાણાં ભર્યાની પહોંચ અને એલોટમેન્ટ પત્ર મેળવીને જરૂરી દસ્તાવેજો સાથે RTO કચેરીએ અચૂક જમા કરાવવાના રહેશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiRTO #FancyNumber #OnlineAuction #MorbiUpdate #GujaratRTO