મોરબી : ગઈકાલે 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરની તમામ આરટીઓ કચેરીના ઈન્સ્પેક્ટરો કામથી અળગા રહીને હડતાળ પર ઉતરી ગયા હતા. આજે પણ માસ સીએલનો કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ તેઓની માગણી સંતોષાઈ જતાં આરટીઓ ઈન્સ્પેક્ટરની હડતાળ સમેટાઈ ગઈ છે અને આજે તમામ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા આરટીઓ ઈન્સ્પેક્ટરની માગણીઓનો સ્વીકાર કરી લેતાં હડતાળ પૂરી થઈ છે અને આજે આરટીઓ કચેરીમાં કામગીરી ચાલુ થઈ ગઈ છે.