ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ અરજદારો પરિવહન પોર્ટલ પર નોંધણી કરાવી 10 થી 12 સપ્ટેમ્બર સુધી બિડિંગ કરી શકશેમોરબી અપડેટ: મોરબી જિલ્લાની મોટરિંગ જનતા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પસંદગીના નંબર મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા મોરબી RTO કચેરી દ્વારા વિવિધ જૂની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે ઓનલાઇન હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારના વાહન વ્યવહાર વિભાગના પરિપત્ર મુજબ હવે મેન્યુઅલ પ્રક્રિયાના સ્થાને ઝડપી ઓનલાઇન હરાજી અમલમાં મુકાતા વાહન માલિકો ઘરે બેઠા પોતાના મનપસંદ નંબર મેળવી શકશે.આ હરાજી પ્રક્રિયા હેઠળ ટુ-વ્હીલર માટે GJ36BD, BC, BA, AS, AQ, ફોર-વ્હીલર માટે GJ36BB, AR, AL, AP, AJ તેમજ ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36V અને GJ36X જેવી સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના નંબર્સ ઉપલબ્ધ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા તારીખ 08/09/2026 થી 10/09/2026 સુધી ચાલશે. જેમાં પાયાની રકમ ભરી ભાગ લઈ શકાશે. ત્યારબાદ ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા તારીખ 10/09/2026 થી શરૂ થઈ 12/09/2026 ના રોજ પૂર્ણ થશે.ઈચ્છુક અરજદારોએ ભારત સરકારના parivahan.gov.in/fancy/ પોર્ટલ પર પબ્લિક યુઝર તરીકે નોંધણી કરાવી CNA (Choice Number Application) ફોર્મ ભરવાનું રહેશે. આ માટે વાહન ખરીદી અથવા વીમાની તારીખ પૈકી જે વહેલું હોય તેના 7 દિવસમાં અને વાહનનો ટેક્સ RTO કચેરીએ ભરપાઈ કર્યા બાદ જ અરજી કરી શકાશે.બિડિંગમાં સફળ થયેલા ઉમેદવારે હરાજી પૂર્ણ થયાના 5 દિવસમાં તફાવતની રકમ ઓનલાઇન ભરીને એલોટમેન્ટ પત્રની નકલ RTO કચેરીએ જમા કરાવવાની રહેશે. મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં તમામ વાહન માલિકોને આ પારદર્શક હરાજીનો લાભ લેવા અને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે.#MorbiUpdate #MorbiRTO #ChoiceNumber #FancyNumber #OnlineAuction #MorbiNews