મોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી જિલ્લાના નૂતન જિલ્લા કાર્યાલયનું ગઈકાલે ગણેશ ચતુર્થી અને સવંતસરીના પાવન અવસરે ઉદઘાટન કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગણેશચતૂર્થિ અને સંવત્સરી ઉત્સવ જેવા પવિત્ર દિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-મોરબી જીલ્લા કેન્દ્રના નૂતન કાર્યાલય નો પ્રારંભ ' કેશવ કુંજ' પંચવટી સોસાયટી ચિત્રકૂટ ચોક પટેલ કન્યા છાત્રાલય રોડ મોરબી ખાતે કર્યો હતો। પ્રવેશ નિમિતે પૂજન વિધી તથા વૈદિક યજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો જેમા ક્ષેત્ર સંઘચાલકજી ડો.જયંતીભાઈ ભાડેશિયા, જીલ્લા સંઘચાલકજી લલિતભાઈ ભાલોડિયા, નગર સંઘચાલકજી શૈલેષભાઈ ઝાલરિયા સહીત ના અધિકારી ગણ તથા કાર્યકર્તાઓ સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા .