મોરબી: પુરપીડિતો માટે રાહતનીધી જમા કરવા આજરોજ મોરબી ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અભિયાનરૂપે બે કલાક ફાળો એકત્રિત કરી રૂપિયા 9 લાખની રકમ જમા કાર્ય છે જે હવે સેવાભરતી મારફતે પુરપીડિતોને મોકલાશે. ઉત્તર ગુજરાતના પૂર પીડિતોની મદદ કરવા માટે આજરોજ મોરબી શહેરના નવા બસસ્ટેન્ડ,નગરદરવાજા ચોક,રવાપર રોડ,કેનાલરોડ,રામચોક,નટરાજ ફાટક,માળીયા ફાટક અને ગેન્ડા સર્કલ સહિતના સ્થળોએ શિશુમંદિરના શિક્ષકો અને અન્ય સ્ટાફ તેમજ સ્વયં સેવકો દ્વારા સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન રાહત નિધિ એકત્રિત કરવામાં આવી હતી. વધુમાં આરએસએસ દ્વારા અભિયાનરૂપે કરાયેલી કામગીરીમાં ઉત્તર ગુજરાતના પુરપીડિતો માટે કુલ 9 લાખ રૂપિયા જેવી જંગી રકમ ડેન રૂપે મળી છે જે હવે શિશુમંદિર દ્વારા સેવાભારતી મારફતે રાહત સહયામાં મોકલવામાં આવશે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='7087,7088,7089']