ક્રિસ્મસના દિવસે LCBની રેઇડ : કુલ રૂ. 10.47 લાખનો મુદામાલ કબ્જે, ચાર શખ્સો અટકાયત મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીમાં પંચાસર ચોકડી પાસે આવેલ વાડામાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ચાર ઇસમોને ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-432 (કિ.રૂ. 1.62 લાખ) તથા પીકઅપ વાહન, કાર, 6 મોબાઇલ ફોન નંગ મળી કુલ રૂ. 10.47 લાખનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. લોકો નાતાલ, આગામી 31 ડીસેમ્બર તથા નવા વર્ષની ઉજવણી માટે દારૂની પાર્ટી પર અંકુશ આવે તે માટે પોલીસ સતર્ક બની છે. ત્યારે આજે તા. 25ના રોજ મોરબી એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહીલ (રહે. શનાળા રોડ, ન્યુ હાઉસીંગ બોર્ડ, મોરબી) પોતાના મળતીયાઓ સાથે મળી પંચાસર ચોકડી પાસે, પંચાસર જવાના રસ્તા ઉપર આવેલ પોતાના વાડામાં બહારથી મહીંન્દ્રા પીકઅપ તથા અલ્ટો કાર જેવા વાહનમાં ગે.કા. રીતે અંગ્રેજી દારૂનો જથ્થો મંગાવેલ છે. જે પીકઅપ વાહનનું પાયલોટીંગ મારૂતી અલ્ટો કાર નં. GJ-12-EE -2371થી કરાવી પીકઅપ વાહન તથા અલ્ટો કારમાંથી વાડામાં આવેલ ઓરડીમાં જથ્થો ઉતારે છે. હાલ તેઓની પ્રવૃતિ ચાલુ છે, તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકિકત મળતા જે હકિકત આધારે એલ.સી.બી.ના અધિકારી તથા સ્ટાફએ તે જગ્યાએ રેઇડ કરતા મેકડોવેલ્સ નં.-1 સુપરીયર વ્હીસ્કીની 750 મીલીની બોટલો નંગ-432 કિ.રૂ. 1,62,000 તથા મહીન્દ્રા પીકઅપ ગાડી નં. GJ-12-BX-2053 કિ.રૂ. 6,00,000 તથા અલ્ટોકાર કિ.રૂ. 2,50,000 તથા અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ. 35,000 મળી કુલ રૂ. 10,47,000નો મુદામાલ પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં આરોપીઓ ભગીરથસિંહ ભદ્રસિંહ ગોહીલ, રાજદિપસિંહ પ્રતાપસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ હરેશભાઇ પેશવાની અને જગદિશભાઇ પરબતભાઇ મકવાણા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે. આમ, આજે ક્રિસ્મસના દિવસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં એલસીબીને સફળતા મળી છે.