મોરબી : મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતથી મંજુર થયેલ, રૂા. ૯,૦૫,૭૮,૪૨૮/- ના ખર્ચે બનનાર જેતપર(મ.) - વાઘપર રોડના કામનું ખાતમુહૂર્ત કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના વરદ હસ્તે આગામી તા.૧૭-૧૧-૨૦૧૯ને રવિવારના સાંજે ૪:૦૦ કલાકે જેતપર(મ.) મુકામે તાલુકા કુમારશાળાના પ્રાંગણમાં કરવામાં આવશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનનાર આ રોડ ૫.૨૦૦ કિ.મિ. લંબાઈનો છે. જેમાં ૨ મેજર બ્રિજ, ૧ સ્લેબ ડ્રેઇન, ૨ પાઇપ નાળા તથા ૩ સંરક્ષણ દીવાલો બનશે. આ રોડ બનવાથી જેતપર (મ.) તથા આસપાસના ૧૦ જેટલા ગામોને નેશનલ હાઇવે નં. ૨૭ જવા માટે ખૂબ સુવિધા રહેશે. આ ખાતમુહૂર્ત વિધિ સમારોહમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મોરબી માળીયા વિધાનસભાના આગેવાનો કાર્યકરોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628