ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવી આપશે સેવા મોરબી: મોરબીની ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે રોટરી કલબ દ્વારા આગામી તા.૫ મે થી બે દિવસીય કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન પોતાની સેવા આપશે. મોરબીમાં રોટરી કલબ દ્વારા નવાડેલા રોડ ખાતે આવેલ ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરીમાં તા.૫ અને ૬ મેના રોજ કેન્સર નિદાન કેમ્પ યોજાશે. તા.૫ ને શનિવારના રોજ સાંજે ૫ થી ૮ તેમજ તા.૬ ને રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ સુધી આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવી દર્દીઓને વિનામૂલ્યે તપાસી યોગ્ય માર્ગદર્શન આપશે. દર્દીઓએ જુના રિપોર્ટ અને ફાઇલ કેમ્પમાં સાથે લાવવાના રહેશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડો. હસ્તીબેન મહેતા પાસે અગાઉથી નોંધાવી જવાનું રહેશે. [caption id='attachment_21045' align='aligncenter' width='300'] medical doctor with stethoscope on white background[/caption]