મોરબી : મોરબી રોટરી ક્લબ દ્વારા પર્યાવરણ તથા સાક્ષરતાનો સંદેશ આપવાના હેતુથી સાયકલ યાત્રાએ નીકળેલા મોરબી આવેલા બે યુવકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ મોરબી દ્વારા રોટરી ક્લબ બેંગલોર વ્હાઈટફિલ્ડની યુવા શાખા રોટરેક્ટ ક્લબ શિશુ મંદિરમાંથી બે સાયકલિસ્ટ યુવાનો રોટ્રેક્ટર ધનુષ અને હેમંથ સાયકલ લઈને મોરબી આવેલ હતા. તેનું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવેલ હતું. તેઓ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યા છે. તેઓ 25000 કિલોમીટરનું અંતર ફક્ત ભારત દેશમાં જ 200 દિવસમાં પૂરું કરવાના છે. જેમાં 29 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ કરેલ છે. તેઓએ 11 જુલાઈ, 2021 ના રોજ બેંગલોર વિધાનસભાએથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને 18 નવેમ્બર, 2021 ના રોજ મોરબી પહોંચ્યા હતા. તેઓની આ સાયકલ યાત્રા દ્વારા સમગ્ર ભારત દેશમાં તેઓ પર્યાવરણ બચાવવાનો તથા સાક્ષરતાનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આ દેશની સૌથી લાંબી સાયકલ યાત્રા છે. તેઓના સ્વાગતમાં રોટરી પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ, સેક્રેટરી રસિદાબેન લાકડાવાલા, અબ્બાસભાઈ લાકડાવાલા, હરીશભાઇ શેઠ, અશોકભાઈ મહેતા, રવિનભાઈ આશર તથા ઇન્ટરેક્ટ પ્રેસિડેન્ટ ઇબ્રાહિમ લાકડાવાલા, સેક્રેટરી મીત મહેતા અને ઈબ્રાહીમ વેગડી ઉપસ્થિત રહેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..