મયુર નેચર કલબ મોરબી અને નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા આયોજન મોરબી : મયુર નેચર કલબ મોરબી અને નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા રવિવારે મોરબી ખાતે જુદા - જુદા ફૂલછોડ અને ઔષધિ સહિતની વસ્તુઓનું રાહતભાવે વેચાણ કરવામાં આવશે. મયુર નેચર કલબ મોરબી દ્વારા નવરંગ નેચર કલબ રાજકોટના સહયોગથી મોરબી સરદાર બાગ પાસે ડો ભાડેશીયાના દવાખાના સામે આગામી તા. ૧૪ ને રવિવારના રોજ સવારે ૯-૦૦ થી ૧-૦૦ દરમિયાન જુદા - જુદા ફૂલ છોડ, ઔષધીય રોપા, સૂપ, હાથલા જ્યુસ સહિતની અનેક નેચરલ ચીજ વસ્તુઓ રાહત ભાવે વેચાણ કરવામાં આવશે તો આ આયોજનનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.