સામાજિક કાર્યકરની પાણી પુરવઠા વિભાગને રજુઆત : તાકીદે રોડનું સમારકામ કરવાની માંગ મોરબી : મોરબીના લાયન્સનગરમાં પાણીની પાઇપલાઇન માટે કરવામા આવેલા ખોદકામના લીધે રોડની દુર્દશા થઈ છે. જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકરે પાણી પુરવઠા વિભાગને રજુઆત કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ પાણી પુરવઠા વિભાગને રજુઆત કરી હતી કે હાલ લાયન્સનગરમાં નવી પાઇપલાઇનની કામગીરી માટે પેવર બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે. ત્યારે આ કામ પૂર્ણ થયા બાદ શેરીમાં રોડ વચ્ચે ધૂળના ઢગલા તેમજ પેવર બ્લોક ત્યાંજ મૂકીને રોડની ઘોર દુર્દશા કરવામાં આવી છે. વધૂમાં જણાવ્યું કે આ બાબતે કચેરીના સુપરવાઇઝર અને હેડ કચેરીને જાણ કરવા છતાં શેરીમાં રોડ પર માટી અને પેવર બ્લોક ફિટ કરવાની કોઈ તસ્દી લેવાતી નથી. ત્યારે વરસાદનો સમય નજીક હોવાથી રોડની સ્થિતિ અત્યંત કથળી જશે. આ ગંભીરતા ધ્યાને લઈને રોડનું વ્યવસ્થિત રીતે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ છે.