મોરબી : મોરબીના જેતપર રોડ પર કંઝરીયા સેન્ટરીવેર્સ કારખાના સામે મુસાફરને લઈને જતી ઓટો રીક્ષા નં. જી.જે.36બી 1681ને પટેલ ક્રેઇન સર્વિસ વાળાની ક્રેઇનને હડફેટે લેતા રીક્ષા ચાલક વિનોદભાઈ નાનજીભાઈ ચાવડા અને રિક્ષામાં બેઠેલા મુસાફરને ગંભીર ઇજા પોહચી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે રીક્ષા ચાલકની ફરિયાદના આધારે ક્રેઇન ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.