મોરબી : થોડા દિવસો પહેલા શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી એક રીક્ષાની ચોર કરવામાં આવી હતી. આ ચોરાઉ રીક્ષા સાથે ચોર તેના રહેઠાણ લીલાપર રોડ પર આવેલા સરકારી આવાસ યોજના ખાતેથી મળી આવતા મોરબી બી ડિવિઝન પોલીસ ખાતા દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં થોડા દિવસો પહેલા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ ગીરીરાજ સોસાયટી પાસે અરવિંદભાઈ વીરજીભાઈ (ઉં.૨૨) રહે. બરવાળાએ કી. રૂ. ત્રીસ હાજરની સી.એન.જી. રીક્ષા નંબર જી.જે.૩એયુ૪૮૭૪ પાર્ક કરી હતી. ત્યાંથી તેઓની રીક્ષા ચોરી થઇ જતા તેમણે મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે મળેલ બાતમીના આધારે ઈરફાનશા કરીમશા શાહમદાર (ઉ.વ. ૨૩), રહે. લીલાપર રોડ, સરકારી આવાસ યોજનાને ચોરાઉ રીક્ષા સાથે ધરપકડ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.