મોરબી : મોરબી એલઆઈસીમાં ફરજ બજાવતા ફિલ્ડ ઓફિસર ઉસમાનભાઈ કડીવાર વયમર્યાદાને કારણે નિવૃત્તિ થતાં તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. મૂળ વાંકાનેરના વતની અને મેઈન બ્રાન્ચ મોરબી ખાતે ફરજ બજાવતા ઉસમાનભાઈ કડીવાર પોતાની 33 વર્ષ લાંબી કારકિર્દીમાં એલઆઈસીના ફિલ્ડ ઓફિસર તરીકે નિષ્ઠાથી ફરજ નિભાવી હતી.તેઓએ વાંકાનેર અને મોરબીના ગ્રામ્ય પંથકમાં લોકોને જીવન વીમાનું મહત્વ અને જરૂરિયાતની જાગૃતિ માટે ખૂબ પ્રચાર-પ્રસાર કરેલ હતો. તેઓની ફરજ પ્રમાણે યુવાનોને એલઆઈસી એજન્ટ તરીકેની સુવર્ણ કારકિર્દી તરફ વાળી ઉચ્ચ રોજગારીનું સર્જન કરેલ અને માર્કેટિંગના ઉચ્ચ આયામો હાંસલ કરેલ. કડીવારભાઈના વિદાય પ્રસંગે વિકાસ અધિકારી યુનિયન (NFIFWI) નેશનલ ફેડરેશન, રાજકોટ ડિવિઝનના જનરલ સેક્રેટરી પી. એસ. રાણા, પ્રેસિડેન્ટ દિનેશભાઇ અઘેરા, અનિલભાઈ વિંઝુડા વિશેષ હાજર રહ્યા હતા. મોરબી બ્રાન્ચ મેનેજર મંડીયા, વિકાસ અધિકારી ધવલભાઈ સેજપાલ, મેહુલભાઈ સોલંકી અને બ્રાન્ચ પરિવાર તરફથી કડીવારભાઈને નિવૃત્તિ પછીના સુખમય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.