સામાજિક કાર્યકરોની આગેવાનીમાં લાભાર્થીઓએ બેડા સાથે રામધૂન બોલાવી પાલિકા હાય હાયના નારા લગાવ્યા : પ્રધાનમંત્રી આવસોમાં પ્રાથમિક સુવિધા આપવાની ઉગ્ર માંગ કરાઈ : આ પ્રશ્ન હલ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસો બનાવ્યા બાદ આ આવસોમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપવાની તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અંતે લાભાર્થીઓ વિફર્યા હતા. સામાજિક કાર્યકરોની આગેવાની હેઠળ લાભાર્થીઓએ પાલિકામાં હલ્લાબોલ કર્યું હતું.જેમાં લાભાર્થીઓએ બેડા સાથે રામધૂન બોલાવીને પાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા.જો પ્રધાનમંત્રી આવાસોમા પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન ન ઉકેલાય તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. મોરબીના શનાળા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ પાસે પાલિકા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવાયેલા અવસોમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાના અભાવે પાલિકા તંત્રની ધોર બેદરકારીના કારણે લાભાર્થીઓ ઉકળી ઉઠ્યા હતા.શહેરના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જગદીશભાઈ બાંભણીયા, મુસભાઈ બ્લોચની આગેવાનીમાં પ્રધાનમંત્રી આવસોના લાભાર્થીઓ તંત્ર સામે આજે મોરચો માંડ્યો હતો.પ્રધાનમંત્રી આવસોમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપવાની માંગ સાથે બેનેરો લગાવી બેડા અને ખાલી ડોલ લઈને લાભાર્થીઓ આજે પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યું હતું.તેમજ રામધૂન બોલાવી પાલિકા અને ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.આ દરમિયાન પાલિકામાં નવા ચીફ ઓફિસર અને પ્રમુખ હાજર ન હોવાથી ચીફ ઓફિસરને પીએને આવેદન આપીને રજુઆત કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓએ રજુઆતમાં આક્રોશ ઠાલવ્યો હતો કે, પ્રધાનમંત્રી આવાસો બની ગયા બાદ સોંપણીમાં પણ તંત્રએ ખાસ્સો વિલંબ કર્યો હતો.થોડા સમય પહેલા આવસોની સોંપણી કર્યા બાદ હવે ઘણા લાભાર્થીઓ અહીં રહેવા આવી ગયા છે.પણ આ આવસોમાં પ્રાથમિક સુવિધાનું કોઈ નામો નિશાન છે જ નહીં.ખાસ કરીને છેલ્લા પાંચ મહિનાથી પાણી આવતું જ નથી.પાણીના કનેક્શન અપાયા જ ન હોવાથી પાણી માટે લાભાર્થીઓ વચ્ચે રોજ રામાયણ થાય છે અને આપસી ઝઘડા પણ થાય છે.તેથી લાભાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.તેમજ રોડ રસ્તા અને લાઈટ, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓનો મોટો અભાવ છે.તેથી આજે તંત્ર સમક્ષ વહેલી તકે આ આવાસોમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ છે.નહિતર પાલિકાને તાળાબંધી કરવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. આવારા તત્વોનો ત્રાસ, ચોકીદારનું ઉદ્ધત વર્તનનો આક્ષેપ પ્રધાનમંત્રી આવસોના લાભાર્થીઓ આજે એવો બળાપો ઠાલવ્યો હતો કે,તેઓ છેલ્લા ચાર પાંચ મહિનાથી આવસોમાં રહેવા આવ્યા છે.જોકે તંત્રએ આવાસો તો સોંપી દીધા પણ તેમાં પ્રાથમિક સુવિધા આપવાની કોઈ તસ્દી ન લેતા લાભાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.જોકે અહીંયા ચોકીદાર તો છે.પણ તે ઉદ્ધત વર્તન કરતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને ત્યાં આવારા તત્વોનો ત્રાસ હોવાની રજુઆત કરી છે. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628