સૌથી મોટી સ્ક્રીન ઉપર સૌથી આધુનિક ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ ઉપર મુવી માણવાનો અલગ જ અનુભવ કરો ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફ્રી પાર્કિંગ અને રેસ્ટોરન્ટ જેવુ કાફે સહિતની અનેકવિધ સુવિધાઓ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ તૈયાર થઈ જાવ, હવે તમારા મનગમતા મુવીને એક અલગ જ આનંદથી સારી રીતે માણી શકાશે. કારણકે મોરબીના સૌથી મોટા મલ્ટીપ્લેક્ષ 'નેક્ષસ સિનેમા'નો આગામી 5મીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો હવે સૌથી મોટી સ્ક્રીન ઉપર સૌથી આધુનિક ડોલ્બી ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ ઉપર મુવી માણવાનો અલગ જ અનુભવ કરો. મોરબીમાં કંડલા બાયપાસ ઉપર નવલખી ફાટક પાસે ગાયત્રી આશ્રમની સામે 'નેક્ષસ સિનેમા' આગામી તા. 5ને મંગળવારથી શરૂ થવા જઈ રહ્યું છે. જે સૌપ્રથમ લેઝર પ્રોજેકટર છે. અહીં 3 વિશાળ સ્ક્રીન છે. આ સ્ક્રીન મોરબીમાં સૌથી મોટી છે. અહી લકઝરીયસ સીટીંગ અને રિકલાઇનર સોફાની વ્યવસ્થા છે. સાથે ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ એરિયા, લિફ્ટ સહિતની અનેક સવલતો પણ છે. વધૂમાં અહીંની ઇન્ટિરિયર ડિઝાઇન એટલી આકર્ષક છે કે જે સૌના મન મોહી લેશે. શહેરના ઘોંઘાટથી દુર આવેલી આ જગ્યામાં રેસ્ટોરન્ટ જેવું જ વિશાળ કાફે છે. જ્યાં પીઝા, બર્ગર, વિવિધ ફ્લેવર્સમાં પોપકોર્નથી લઈને તમામ કોલ્ડડ્રિંક્સ સુધીની અંદાજે 30 જેટલી આઇટમો ઉપલબ્ધ છે. તો અહીં જરૂર પધારો અને પ્રથમ દિવસે સૂર્યવંશી અને એટર્નલ્સ મુવીને મનભરીને માણો. વધુ વિગત માટે ઇન્કવાયરી નં. 8200780380 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. નોંધ : કાઉન્ટર બુકીંગ ઉપરાંત બુક માય શો ઉપરથી એડવાન્સ બુકીંગ પણ કરાવી શકાશે